ઘર્મ અને જાતિનાં કોચલામાંથી આપણે ક્યારે બહાર?

ધર્મ કે ધર્મગ્રંથોને માથાં પર ચડાવી દોડનારી પ્રજા ચીચીયારીઓ કરી રહી છે મારો ઘર્મ મહાન જ છે અનેે મારો ધર્મગ્રંથ તો વળી એથીયે મહાન છે.આવું બોલનારી દરેક વ્યક્તિ આડકતરી રીતે એમ જ કહે છે કે હું જ મહાન! એક હિંદુ કહે છેે કે ભગવદ્ ગીતા મહાન છે,એક મુુુુસ્લિમ કહે છેે કે કુુરાન મહાન છે,એક શીખ કહે મારો આદિગ્રંંથ મહાન તો પારસી કહેે અવેસ્તા મહાન.શુુું આ બધા ધર્મગ્રંથો પોતપોતાની મહાનતા સાબિત કરવાં રચાયા હતાં? કે શ્રીકૃષ્ણ્ કે મહંમદ પયગમ્બરે એવો સંંદેશો આપ્યો હતો કે તમેે તમારાં ધર્મગ્રંથને જ મહાન ઠેરવજો ?શું એવુંં કહ્યું હતું કે બાળક જન્મે એટલે તેેેેને જાતિ અને ધર્મનાં નામનો કપાળે થપ્પો મારજો જેથી દુનિયા તેેેેને ઓળખેે?

ધર્મ કે જાતિનાં નામે દંભ,હિંસા અને હુલ્લડોએ માઝા મુકી છે,ઉગતી પેઢીનાં નવાં વિચારોને દાબી દેવાની તો જાણે હોડ લાગી છે,પ્રગતિનાં બણગાં ફુંકતાં દંભી રાજકારણીઓએ ધર્મ અને જાતિનાં નામે ભાગલાઓ પડાવી પ્રજાને છેતરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. જોરોશોરોથી મંદિરોમાં ઘંટારવ, મસ્જિદોમાં અઝાન કે ગુરુદ્વારામાં બાની કરવાં લડતાં,ગંગામાં સ્નાન કરી પાપ ધોનારી;ધર્મ, કર્મ,મોહમાયામાંથી મૂક્તિની વાતો સમજાવી સંપ્રદાયો,પંથોની ભરમાર ખડી કરી દેનારી સંતોની કે મૌલવીઓની દંભી ફૌઝ ખડી થઈ છે.આ ફૌઝે તો નવી પેઢીની વિચારસરણી કે જાગૃતિની કત્લેઆમ કરવાનું ઠાની લીધું છે.જરા થોભો! વિચારો! આ હારમાળામાં ઉગતી પેઢી જોડાશે તો આવનારુ ભવિષ્ય શું હશે? આસારામબાપુ કે રામ રહિમ બાબા તો શું;એક એક માણસ પોતાને ભગવાન ઠેરવશે;એક વ્યક્તિ બે બે મંદિર મસ્જિદ ઉભા કરશે;વિવાદો અને યુધ્ધો તો માઝા મુકશે.દરેક વ્યક્તિ પોતાને મહાન સાબિત કરવાં કલ્પના ન કરી શકો એટલી હદે દંભ અને પાપો આચરશે.તમારી આસપાસ ઝેરી સાપો જ આંટા મારતા હશે.

બાળકને જન્મથી જ જે જાતિનાં કે ધર્મનાં થપ્પા મારી દેવામાં આવે છે અને તેનાં મગજમાં નાનપણથી જ ધર્મનાં નામે જે વિચારો ઠોકી બેસાડવામાં આવે છે તેમાંથી બહાર નીકળવાનો કે બીજાને બહાર કાઢવાનો સમય પાકી ગયો છે.ધર્મ તમને જીવન જીવવાની રીત શીખવાડે છે;જીવનનાં મુલ્યો શીખવે છે;તમે જે જીવનમાં ધારણ કરો છો જે કર્મ કરો છો તે જ તમારો ધર્મ બને છે. ભગવદ્ ગીતા ,કુરાન,બાઇબલ,અવેસ્તા કે આદિગ્રંથ દરેક ધર્મ કે ધર્મગ્રંથો આખિર શાંતિ અને ભાઇચારો શીખવે છે એક અલૌકિક શક્તિ કે જેને આપણે ઇશ્વર કે અલ્લાહ તરીકે ઓળખીએ છીએ તેનાં સુધી પહોંચવાનો એક માર્ગ બતાવે છે આખિર દરેક ધર્મ પ્રેરણા તો એક જ આપે છે અલૌકિક સત્ત્યની! પરંતુ નહીં,અમે તો જાતિવાદ કરશું; ધર્મનાં નામે મારશું કાં તો મરશું,આવી તુચ્છ,હલકી,નમાલી કે માયકાંગલી વિચારધારા ખુણે ખુણે ફેલાવનારાંને આપણે ત્યાં જ કેમ દાબી નથી દેતા?ધર્મ,સંપ્રદાય કે જ્ઞાતિ-જાતિનાં કોચલામાં આપણે ક્યાં સુધી ભરાઈ રહેશું?મંદિરો કે મસ્જિદોની બહાર બેઠેલી ભિખારીઓની કતારને નીહાળતા નીહાળતા અવગણીને અંદર જઇ રુપિયાનો ઢગલો કરી ક્યાં પ્રકારનાં ધર્મનું આચરણ કરો છો?જેમણે તમને આપ્યું છે એમની જ સામે પાછું ધરી શું સાબિત કરવાં માંગો છો કે તમે એથીયે મહાન છો?ધર્મસ્થાનો પર આચરાતી અસંખ્ય ખોટી પ્રવૃત્તિઓને નજર અંદાજ કરી ક્યાં સુધી બની બેઠેલા દંભી અને ખોખલા સંતો કે ધર્મગુરુઓને પુજતા રહેશો?

હજું પણ આવી દંભી ચોખલીયાવૃતિથી બહાર નહીં નીકળો તો તમે તમારી ભાષામાં અને વિચારોમાં જેને ધર્મ તરીકે ઓળખાવો છો એ જ ધર્મ તમને અને તમારા વિચારોને હણી નાખશે.આર્થિક રીતે પડી ભાંગશો ત્યારે તમે જ્યા રુપિયાનાં ઢગલા કરો છો એ દંભીઓ સામું પણ નહી જુએ અને ઘરમાં કરવાં અગરબતીનાં ખોખા માટે પણ પૈસા નહીં મળે;તમારાં પરિવાર,જાતિ,સંપ્રદાયના માટે લડો છો એનાં તો નામોનિશાન નહીં રહે.આવાં ધર્મ અને જાતિનાં યુદ્ધો ક્યાં સુધી કરશો?છેલ્લે ખુવારી તો તમારા ખુદની જ છે.આવનારી પેઢીને તમે કાળોતરાં સાપનો જાણીજોઈને ડંખ મારી રહ્યાં છો;શું તમારાં સંતાનોને ખુવાર થતાં નીહાળશો?તમે તમારી જાતને ક્યારેય માફ નહી કરી શકો.ઘરની જવાબદારીઓ ન નીભાવી શકનારા નમાલા અને માયકાંગલા ભાગેડુ સંતો,મહંતો,મૌલવીઓની આ ફૌઝને આગળ વધતી અટકાવશો નહીં તો થોડા વરસોમાં એ જ અડધાં બની બેઠેલા ભગવાન છે એને તમારાં પુરા ભગવાન બની બેસતાં વાર નહીં લાગે.તમે એની ફક્ત કઠપુતળી બની રહેશો.

ખુદ જાગૃત થઇ આસપાસની શક્ય હોય તેટલી વ્યક્તિને જાગૃત કરો અને ધર્મ કે જાતિનાં સિક્કા મારવાને બદલે રુઢિચુસ્તતામાંથી અને ખોટા દંભ માંથી બહાર નીકળી ધર્મની સાચી વ્યાખ્યા શીખવવાં આવનારી પેઢીને મદદરૂપ બનો.તમારી સંતાનોને પાયારૂપ શિક્ષણ આપી યોગ્ય દિશા બતાવો નહીં તો તમારી અપેક્ષા કયારેય પુરી નહીં થાય.હિંદુ, મુસ્લિમ, ખ્રીસ્તી, બૌદ્ધ, જૈન વગેરે ધર્મ કે કોમનાં વૈમનસ્ય ઉભાં કરનારાં આપણે જ છીએ,જાતિનાં થપ્પા લગાવનારાં આપણે જ છીએ પરંતુ આ સડો હવે વકરીને ફેલાઇ ગયો છે એને સાથે મળી મુળમાંથી ડામવાની તાતી જરુર છે;જો સર્વ ધર્મ સમભાવની ભાવનાથી આગળ નહીં વધવામાં આવે તો પરિવર્તન સૃષ્ટિનો નિયમ છે આવનારી નવી ઉગતી પેઢી જાત વિચારો કરવાં સક્ષમ છે એ ધર્મ યુધ્ધો કરવાને બદલે પોતાને એક માનવ સાબિત કરવાં યુદ્ધો કરશે.માટે આજે નહીં તો કાલે આંખો પર જામી ગયેલી છારીને હટાવવી જ પડશે;બસ,સુતેલાને જગાડો ને ખુદ પણ જાગો.જરા પણ મોડું નથી થયું,આખિર શાંતિ સૌને પ્યારી હોય છે અને દરેકને એક હ્રદય ની ભેટ ઇશ્વરે આપી જ છે.

-“રોઝિના અમલાણી”
-“⚘INA AMLANI”