જીવન ==ભાગ ==૪

ભાગ-૩ વાંચવા અહી ક્લીક કરો..

 

ઘરે પહોચીને રોહિણી ફ્રેશ થઇ ,કાકાએ ત્રણ કપ ચા બનાવી રોહિણી ,કાકા અને પપ્પા સાથે મળીને ઉપર બરામદા માં બેઠા .
પપ્પા ને રોહિણી અને કાકા એ સહારો આપીને ત્યાં પડેલી ચેર માં બેસાડ્યા ..રોહિણી બોલી “ ભાઈ !!! તમારા પગની કસરત તો નિયમિત ચાલે છે ,તમે થોડુથોડું ચાલો ને તો બહુ સારું પડે ..આપને પીનાકીન આવે ત્યારે કોઈ બીજા સર્જન ને મળીને ફરી બતાવી દેશું .ત્યાં સુધી આ દવા , ઓઈલ અને થોડી કસરત પણ ચાલુ રાખજો .”

પપ્પા બોલ્યા “ દીકરા આ તેલના માલીશ થી સારું રહે છે , દવા પણ લઉં જ છું પણ કઈ જ વધારે સારું લાગતું નથી ..
હું થોડું થોડું ચાલીશ પણ બીજા કોઈ ડોક્ટર ને બતાવવાની જરૂર નથી હું હળવે હળવે ચાલતો થઇ જઈશ …”

પપ્પા નાં શબ્દોમાં એક લાચારી ટપકતી નજરે પડતી હતી .
રોહિણીએ વાતને વધુ ન વધારતા મનમાં જ કૈક ફેસલો કર્યો .
તે નીચે આવીને રાતના જમવાની તૈયારી કરવા લાગી ત્યાં સુધીમાં બન્ને બહેનો પણ આવી ગઈ ..

બન્ને ફ્રેશ થઈને રોહિણીને મદદ કરાવવા લાગ્યા .
રોહિણી એ સુકો ચેવડો કરીને મોટા ડબ્બા માં ભર્યો ..
અને આજે સૌ જમવા બેસ્યા .

રોહિણી નાની બહેન ને સંબોધી ને બોલી “ તારું ભણવાનું કેવું ચાલે છે ?
તારા સારા માર્ક્સ આવે તો તારે પણ રેલ્વે અને બેન્કની એક્ષામ આપી મુકવાની છે . પોતાના પગભર પહેલા થવાનું અને પછી જ જીવનના બીજા પાસાઓને ધ્યાનમાં લેવા .“”

ત્યાં જ ફોનની ઘંટડી રણકી “ ટ્રીંગ ટ્રીંગ !”
કાકા તેના અધ્બોખા મોં માં રોટલી ચાવતા ચાવતા ઉઠ્યા ,
નાની બોલી “તમે બેસો કાકા !!”
પણ ન જાણે કેમ કાકા એ તેને બેસવા માટે ઈશારો કરી અને ફોન લેવા ઉપડ્યા .
“ હેલ્લો !! જય માંગનાથ !! બોલ ને ભાઈ , મને ખબર જ હતી કે ચાર પાંચ દિવસ થયા ને તારો ફોન આજે તો આવશે જ ..
હા !! હો સૌ મજામાં . પપ્પા પણ સારા . તું ક્યારે આવીશ ?
વહેલો આવને ભાઈ શ્રાધ માં તારા હાથે થી વાસ નાખી શકાયને , ભાભી નું સાતમું શ્રાધ છે તું આવજે ! સોમવારની રજા લઇ લેવી ..સારું આપું રોહિણી ને .”

ત્યાં સુધીમાં રોહિણી જલ્દી જલ્દી જમવાનું પુરુ કરીને આવી ગઈ .તે મુદ્દા ની વાત પર આવી .
“ જો ભાઈ !! તમારા થી આવી શકાય તો સારું , બાકી શ્રીધર પાસે વાસ મુકાવી લઈશું , પણ ખાસ અગત્યની વાત ભાઈ ને
પગમાં કોઈ ફેર જણાતો નથી ,તો કોઈ બીજા સર્જન ને બતાવવાનું વિચારું છું ..જો તમે આવો તો આ વાત ભાઈ ને બરાબર સમજાવી શકો . સારું ત્યારે જય માંગનાથ કહીને રોહિણી એ ફોન મુક્યો .
રોહિણી પોતાના પપ્પા ને ભાઈ કહીને સંબોધતી હતી તેનું કારણ પણ ભાઈલા કાકા જ હતા ..

રાતના ફરી તે પપ્પા પાસે ઉપર ગઈ ને તેમના ટ્રાન્ઝીસટર
માં જુના હિન્દી ફિલ્મી ગીતો નો કાર્યક્રમ “ ભૂલે બિસરે ગીત “”
ચાલુ કર્યો ..મખમલી આવાજ નાં માલીક હસુ યાગ્નિક નાં કંઠે
દરેક ગીતોની રૂપ રેખા બાંધવામાં આવતી અને પછી સૌ શ્રોતાઓ ની પસંદગી નું ગીત વાગતું …
આજે એવું જ કર્ણપ્રિય ગીત “ જિંદગી ખ્વાબ હૈ !! ખ્વાબ મેં ઝૂઠ ક્યા ઔર ભલા સચ હૈ ક્યા !! “”
વાગી રહ્યું હતું …
પપ્પા પણ આ સાંભળી ને “જાગતે રહો “” નાં હીરો “ મોતીલાલ” ની જેમ ઝૂમી ઉઠ્યા .અને આંખોમાં એક અનેરી ચમક સાથે બોલ્યા “ રોહિણી ! તને યાદ છે આ ફિલ્મ હું , તું , પીનાકીન અને ત્રીલોતમા બધા સાથે જોવા ગયા હતા !!”
“ હા ! ભાઈ પીનાકીન તો મા નાં ખોળામાં સુઈ ગયો જ્યારે હું તમારા ખોળામાં બેસી હતી ..એક રાતમાં આખું પિક્ચર પુરુ !!
“કેવું સારું નહી ? આવું આપણી ઝીંદગી સાથે પણ બને તો !!”
કહેતા ફરી પપ્પા જૂની યાદમાં ખોવાઈ ગયા અને રેડિયા પર બીજા ગીતો ની હારમાળા શરુ થઈ .

પપ્પા ના આવા ઉચ્ચાર થી રોહિણી સમજી ગઈ કે “પપ્પા એક ને એક જગ્યા પર સુતા, બેસતા કંટાળી ગયા છે અને તે મા ની કમી વર્તે છે ..વહેલામાં વહેલી તકે કોઈ સારા ડોક્ટર ને બતાવવું જ રહ્યું ,હવે પીનાકીન નાં આવવાની રાહ જોવી નકામી છે …”

તેણે નીચે આવીને કાકા ને કહ્યું “ કાકા હું કાલે જ કોઈ સારા હાડકાના ડોક્ટરની એપોઈન્ટમેન્ટ લઇ લઉં છું ભાઈને બતાવી દઈએ,પીનાકીન ની વાટ જોવી નથી .”
“ ભલે દીકરા !! “” કહીને કાકા રોહિણી ને આભારવશ નજરે જોવા લાગ્યા .

આજે કાકા ને રોહિણી એક દીકરીના રૂપમાં મા નું સ્વરૂપ લાગી

બીજે દિવસે ફરી ઘરના લોકો નું જમવાનું અંને નાસ્તો કરીને
ને પોતાના ડબ્બા માં થોડું જમવાનું લઈને રોહિણી બેન્કે જવા નીકળી .
બેન્કે પોહોચીને તે લોકર અને લેજરની વચ્ચે ડૂબી ગઈ તેની નિષ્ઠા થી કામ કરવાની વૃતિ થી તે સૌની પ્રિય હતી ..

મીસીસ પારેખ તેને લંચ સમયે નિયમિત કમ્પની આપતા અને બન્ને વચ્ચે ખાવાની વસ્તુ ની વ્હેચની ની સાથેસાથે અંગત લાગણી ની પણ આપલે થતી હતી .. તેઓ રોહિણી ને થોડી ઉદાસ જોઇને બોલ્યા “ રોહિણી !! કેમ આજે તબિયત બરાબર નથી ? એવી કઈ વાત છે જે તને ચિંતિત કરી મુકે છે ? “”
રોહિણી બોલી “ નાં મારી તબિયત તો સારી છે પણ ભાઈ
એટલે કે મારા પપ્પા જેઓ ઘણા સમયથી પથારીવશ જ છે તેમની ચિંતા રહ્યા કરે છે , જેઓએ મારા મા નાં અવસાન બાદ અમને બહુ મહેનત કરીને મોટા કર્યા , ખુબ સારું શિક્ષણ આપ્યું
અને હું જ્યારથી ખાવાનું બનાવતા શીખી ત્યારથી તેઓ મારી સાથે એક મા બની ને મને બધી જ રસોઈ શીખવાડતા ગયા .
અરે !! મારા નાના ભાઈ બહેન તો સાવ અઢી જ મહિના નાં
તેઓના બાળોતિયા બદલતા મારા બાપુ નાં હાથ ક્યારેય થાક્યા નહી . જ્યારે હું પહેલી વાર માસિકસ્ત્રાવ નાં સમયમાંથી પસાર થતી હતી ત્યારે આ જ પિતાએ મને સાચી સમજ અને પોતાની જાતને કેમ સાચવવી તેની શિખામણ ખુલ્લા દિલે મને સમજાવી .
આજે આ પિતા મારા દસ રૂમના ઘર ,બરામદા, આંગણ સુધી પણ ચાલી નથી શકતા, કાકા જ્યારથી રીટાયર્ડ થઈને આવ્યા છે ત્યારથી થોડી ઘણી વાતચીત નો સેતુ બંધાય છે પણ આવા ઉર્જા યુક્ત મારા પિતાને એક લાચાર બની ને સુતેલા કેમ જોઈ શકાય ? “’’ બોલતા જ રોહિણીના ગળે ડૂમો ભરાઈ ગયો .

મીસીસ પારેખ બોલ્યા “ તારા ભાઈને અહી તેડાવી લે અને કોઈ સારા ડોક્ટરની સલાહ મુજબ આગળ વધો .”
“હા !! મેં પણ એમ જ વિચાર્યું હતું પણ ભાઈને રજા નો પ્રશ્ન છે તે ખે છે કે તું જ આ કામ પતાવ હું મા નાં શ્રાધ માં આવીશ .
અને મને ત્યાં સુધી સમય વેડફવો નથી ,જેમ બને તેમ મારે આ કામ જલ્દી કરવું છે ..”
“ હા તો તું ડોક્ટર બારમેડા ની એપોઇન્ટમેન્ટ લઇ લે તે હાડકાના સ્પેસીયાલીસ્ટ છે અને એકદમ સાચું નિદાન કરશે તેની ફી થોડી વધારે છે પણ નિદાન ચોક્કસ કરશે .”
“ સારું તમે મને ફોન નંબર આપોને તો હું વાત કરી લઉં .”
“ હા જરૂર હું તને રાતના ઘરે જઈને ફોન કરીશ “”
કહી બન્ને પોત પોતાના ટેબલ પર આવ્યા .

(ક્રમશ )

અલ્પા પંડ્યા દેસાઈ ..

 

ભાગ-૫ વાંચવા અહી ક્લીક કરો..