જીવન ==ભાગ = 5

ભાગ-૪ વાંચવા અહી ક્લીક કરો..

 

જમીને રોહિણી રોજની જેમ આજે પણ હિચકે બેઠી, કાકા આવ્યા અને બોલ્યા “ રોહિણી ! બેટા પીનાકીન કેમ નથી આવવાનો ?
તારે શું વાત થઈ ? તેને બે ત્રણ મહિને ન આવવું જોઈએ ? આતો તું અમારી દીકરી અને દીકરો બન્ને છો ! બાકી અમારા જેવા ઘરડાંઓ નું કોણ ? “”એક છુપા વસવસા સાથે તેઓ બોલ્યા .
“ કાકા શું તમે પણ ભાઈ ની જેમ ? પીનાકીન અહી આવીને શું કરશે ? હું છું ને ! હજુ તો બતાવવા જવાનું છે ,સર્જરી હશે ત્યારે તો આવશે જ ને ? “”
“ એટલે !! શું ઓપરેશન કરવું પડશે ? “” એક ચિંતા સહ તે બોલ્યા .
“ હા કાકા ! કદાચ ,ઘણા સમય થી જરા પણ ચાલવાની કોશિશ જ નથી કરી અને બન્ને ઘૂંટણ નકામા થઈ ગયા છે તેથી પારેખ બેન કહેતા હતા કે ઓપરેશન કરાવી લેશો, જો ડોક્ટર કહે તો તે પણ કરવું પડે .પણ ચિંતા ન કરો સૌ સારા વાના થશે .”
કહી રોહિણી એ કાકા ને ધીરજ આપી .

સવારે ફરી એ જ જલ્દી અને કામકાજ પણ રોહિણી એ ડોક્ટર બારમેડા ની અપોઈન્ટમેન્ટ લીધી અને બતાવવા આવવાનો સમય પૂછ્યો . હજુ પણ બે દિવસ બાદ બતાવવા જવાનું પાકું થયું .
રોહિણી એ કાકા ને બધી વિગત જણાવી અને ભાઈ એટલે કે તેના પપ્પા ને માનસિક રીતે જવા તૈયાર કરશો તેવું જણાવી ને બેન્કે જવા રવાના થઈ .
કાલે રવિવાર હતો રોહિણી નો માનીતો દિવસ કારણ આજે કોઈ કામની જલ્દી નહિ અને આજે સૌ સાથે બેસીને સંગીત ની મહેફિલ રાખી શકે પોતાનો મનગમતો શોખ પૂરો કરી શકે .

રવિવાર ના દિવસે રોહિણી જરા મોડી ઉઠી ,સવારે બન્ને બહેનોએ નાસ્તો બનાવી લીધો ,શ્રીધર બોલ લઈને મેચમાં ચાલ્યો ગયો .. સૌ આજે રજાના મૂડમાં હતા ..ત્યાજ સવાર સવારમાં મંદામાસી આવી ચઢ્યા .રોહિણી જલ્દી જલ્દી નાહવા જતી રહી ..સૌ ની સાથે તેમને પણ નાસ્તો કર્યો .
ભાઈલા કાકા બોલ્યા “ કેમ આજે ઓચિંતા જ !! ઘણા દિવસો બાદ આવ્યા ,હવે જમીને જ જજો હો !! “”
“ અરે !! મેં તો રોહિણી ને કહ્યું જ હતું કે હું રવિવારે આવીશ
અને અહી જ જમીશ ! શું તમને રોહિણી એ જણાવ્યું નથી ? “’”
મંદામાસી ગુસ્સા અને અજાણ્યા ભાવ સાથે બોલ્યા .

રોહિણી ની નાની બહેન માસીને બહુ લાડકી હતી .
તેણે બાજી હાથમાં લેતા કહ્યું “ હા માસી રોહિણી બોલ્યા તો હતા ,પણ અમે ભાઈ ની તબિયત ની ચિંતા ભૂલી ગયા ..”
“કેમ શું થયું વળી ? કોઈ નવી ચિંતા તો નથી ને ? “”
કહેતા જ માસી દાદરા ચડવા લાગ્યા .

સૌ એ રાહત નો અનુભવ કર્યો કે વળી રજા બગાડી નાખશે !
રોહિણી નાહીને ઝટપટ બહાર આવી , તેના ભીના અને કાળા ભમ્મર વાળ માંથી ટપકતા પાણી નાં ટીપાં તેના પહેરેલા કપડા ને પલાળી રહ્યા હતા ..તેની નિર્મલ આંખો માં એક અનોરું તેજ ઝલકતું હતું . તે જલ્દીથી પોતાના લાંબા વાળને કપડામાં લપેટી અને માસી ને મળવા ઉપર દોડી ..
માસી રોહિણી ને જોઈ ને બોલ્યા “ દીકરા કેટ કેટલા કામો કર્યા કરીશ હવે તારા કે પીનાકીન નાં લગ્ન નું કશું વિચાર્યું ?
તેની કડક નજર પોતાના બનેવીને સંબોધીને કહેતી હતી .

“ જુઓ બનેવીજી આપ તો બીમાર આમ ખાટ્લા માં છો ! અને પીનાકીન બહાર ગામ ! આ રોહિણી ની પરણવાની ઉંમર જઈ રહી છે તેનો ખ્યાલ છે ? તેની મા ને ગયા વર્ષો થયા પણ આપણે બધા આપણા જ સ્વાર્થ ની ખાતર તેના સગપણ ની વાત પણ ઉચ્ચારતા નથી .

કાલ સવારે હજુ બે બાકી અને બે ભાઈઓ પણ તૈયાર જ છે તો હવે ક્યારે વિચારશો ? “’”
ભાઈલા કાકા ને આવી કડક વાત જરા પણ ન ગમી .
તેઓ ઉભા થઈને બહારના પોર્ચમાં ફૂલ ઝાડને પાણી પીવડાવવા લાગ્યા .
રોહિણી વાતની ગંભીરતા સમજી ગઈ પોતાના પિતાજી પર માસી દબાણ લાવી રહ્યા છે અને કાકા પોતાના ભાઈ ની તબિયત સારી ન રહેવાથી એક ચિંતા અનુભવી રહ્યા હતા .
બન્ને પોત પોતાની વાત માટે સાચા જ હતા ..પણ આવું તો રોહિણી એ ક્યારેય વિચાર્યું જ નહતું .
પોતે લગ્ન કરીને જશે તો પાછળથી મારા કુટુંબ નું શું ?
મારા પિતા અને પિતા તુલ્ય કાકા , ને કોના વસુ મુકું ?
હજુ તો કદાચ મોટું ઓપરેશન પણ આવે ? તેમની કોણ સેવા કરે ?
આ માસીએ પણ ઘરણ ટાણે જ સાપ કાઢ્યો !!
એવું વિચારતી તે બોલી “ માસી !! હમણા ભાઈની તબિયત નરમગરમ રહે છે બે દિવસ બાદ મોટા ડોક્ટર ને બતાવવા જવાના છીએ તો અમે તેની જ ચિંતા માં છીએ .

આપની બધી જ વાત સાચી પણ આ સમયે આવું વિચારવું કેવું લાગે ? એક વાર ભાઈને બતાવી આવીએ પછી તમે જેમ કહો તેમ કરીશું ? “”

માસી જરા આગળ આવ્યા અને રોહિણીમાં માથા પર હાથ ફેરવતા બોલ્યા “ દીકરા તારી વાત સાચી પણ હવે તારી પણ
ઉમંર થવા લાગી છે હજુ તક છે તો સારા માંગા આવે પછી એક વાર ઉમંર વિતતા સમાધાન કરવું પડે .
તો મારું માન અને હું જે વાત લઇ ને આવી છું તેને સૌ સહમત થઈ,અને શાંતિ થી વિચારો ! “”
ત્યાં જ ભાઈ બોલ્યા “ મંદાબેન તમારી વાત સાચી જ છે અમે સૌ અમારો જ સ્વાર્થ જોઈએ છીએ , આ દીકરીનું કોઈ નથી વિચારતું ,એના મા જીવતા હોત ને તો ક્યારની વળાવી મૂકી હોત ! તમે સાચી વાત કહી હું મારી ફરજ માંથી ચુક્યો છું ..
મારી તબિયત તો આમ પણ નરમ ગરમ રહ્યા જ કરે છે .

તમે તેની ચિંતા ન કરો ! અને રોહિણી માટે જે ઠેકાણું લાવ્યા છો તેની વિગત જણાવો .”
પોતાના ભાઈ એટલે કે પિતાને જે લાગણી અને ચિંતા નાં ભાવ મન માં ઉઠતા હતા તેને આજે વાચા મળી તેવું રોહિણી ને લાગ્યું .

ન ગમતા પણ તે માસીની વાત શાંતિ થી સાંભળવા લાગી .

( ક્રમશ )

 

અલ્પા પંડ્યા દેસાઈ ..

 

ભાગ-૬ વાંચવા અહી ક્લીક કરો..