About Us

મેકર્સ મુવમેન્ટ (Maker’s Movement) એ બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ, 1950 અંતર્ગત ગુજરાત સરકારનાં ચેરીટી કમિશનરશ્રીની સત્તા હેઠળ, તેમજ ભારત સરકારનાં સિવિલ પ્રોસિજર કોડની ધારા 92 અંતર્ગત પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ તરિકે 2014થી કામગિરિ બજાવે છે. ટ્રસ્ટનું મુખ્ય કાર્યક્ષેત્ર શૈક્ષણિક અને સાંસ્કૃતિક બાબતોમાં ગુજરાત સરકાર તેમજ ભારત સરકારની દેખરેખ હેઠળ ચાલતી વિવિધ સરકારી યોજનાઓમાં સહયોગ આપવાનું છે. તે ઉપરાંત આ ટ્ર્સ્ટ તેને મળતા વિવિધ અનુદાન, સરકારી ગ્રાંટ, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલિટી અન્વયે ફંડ અને યોગદાનમાંથી શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ માતૃભાષા પ્રચાર-પ્રસાર ક્ષેત્રે સ્વતંત્ર પહેલ કરી ને વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરે છે.

ગુજરાતી ભાષાનાં પ્રચાર-પ્રસાર અર્થે ગુજરાતી લેખક, કવિ, સાહિત્યકાર, સંગીતકાર, ગીતકાર, વાદ્યકાર, ચિત્રકાર, નાટ્યકાર, ચલચિત્રકાર, ફોટોગ્રાફર, વગેરે કલાકારોને એક ઉત્તમ પ્રકારનું ઓનલાઇન મંચ પુરુ પાડવાના આશય સાથે આ વેબસાઇટનું નિર્માણ કરવામાં આવેલ છે.

ખૂબ જ ટૂંકા ગાળામાં મેકર્સ મુવમેન્ટે સારી એવી સફળતા હાંસલ કરેલ છે. Facebook India તેમજ Facebook Inc. દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓમાં વિશ્વની દસ હજારથી વધુ સંસ્થાઓને સામેલ કરવામાં આવેલ છે, જેમાંથી એક અમારી સંસ્થા પણ ખરી. તે ઉપરાંત ગુગલની સમાનતર યોજનાઓમાં પણ અમારો સમાવેશ થાય તેના માટે વાટાધાટો ચાલી રહ્યો છે, અને એમાં પણ અમે સફળ થઇશું એવો અમારો વિશ્વાસ છે. આપ પણ જો ગુજરાતી ભાષા સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા હોવ તો આજે જ અમારો સંપર્ક કરો.

ગુજરાતની જનતાનો ભાવભીનો સહકાર આવકાર્ય છે.

જય ભારત

વધુ માહિતી તેમજ તમારા સુચનો માટે contact@gujaratikalam.com પર સંપર્ક કરવા વિનંતી